નવરાત્રિમાં પડશે ભારે વરસાદ : ગુજરાત તરફ ફંટાશે અા સૌથી મોટો ખતરો



નવરાત્રિના તહેવારો બગડે તેવી સંભાવના છે. ગુજરાતમાં 10મીથી નવરાત્રિની શરૂઅાત થશે. નવરાત્રિને લોકો રંગેચંગે માણતા હોય છે. અા વર્ષે હવામાન વિભાગને પગલે નવરાત્રિમાં વિક્ષેપ પડે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં અેક વાવાઝોડાનું નિર્માણ થયું છે. જે પાકિસ્તાન તરફ ન ગયું તો ગુજરાતના દરિયા પર ટકરાશે. જો ગુજરાત તરફ અા વાવાઝોડું અાવ્યું તો રાજ્યમાં ભારે ખાનાખરાબી થઈ શકે છે. જેને પગલે ગુજરાત સરકારે પણ અેલર્ટ થવાની જરૂર છે. હવામાનની અાગાહી કરતા અાગાહીકારોના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં ભારે વરસાદની સંભાવના છે. વહીવટી તંત્રે પણ અા બાબતે અેલર્ટ રહેવાની જરૂર છે. રાજ્યમાં નૈઋત્યના રેગ્યુલર ચોમાસાની ઘડિઅો ગણાઈ રહી છે. ત્યારે અરબી સમુદ્રમાં દક્ષિણ ભારતની નજીક અેર સાયક્લોન સર્જાઈ રહ્યું છે. હવામાન વિભાગે પણ અરબી સમુદ્રમાં સાયક્લોન બનવાની અાગાહી જાહેર કરી છે. જે સાયક્લોન અોમાન અને પાકિસ્તાન તરફ પણ ફંટાઈ શકે છે. જેનો ખતરો ગુજરાત પર પણ અેટલો જ છે.


જેની સાચી સ્થિતિ 7મી અોક્ટોબરની અાસપાસ ખબર પડશે. ત્યારબાદ ખબર પડશે કે પાકિસ્તાન તરફ જાય છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ધકેલાય છે. ગુજરાત તરફ અાવ્યું તો ભારે ખાનાખરાબી સર્જાય તેવી સંભાવના છે. અા વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતને થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં મુબંઈથી નીચેના ભાગમાં અા સાયક્લોન ઉભું થયું છે. જે સક્રિય થતાં હજુ અેક સપ્તાહનો સમય લાગશે



અરબી સમુદ્રમાં ઉભેલું ગુજરાત તરફ ધકેલાયું તો સૌથી વધુ નુક્સાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થશે. 11મીની અાસપાસ અા સાયક્લોન ગુજરાતની ઘરતીને ટચ કરશે. પોરબંદરની અાસપાસ અા સાયક્લોન જમીનને ટચ કરે તેવી સંભાવના વચ્ચે અનેક મહાકાય ઉદ્યોગોને તેની અસર થવાની સંભાવના છે. હજુ અા જો અે તોની સ્થિતિ છે પણ અાગામી સમયમાં ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. સુરત શહેર સહિત હજીરાના અૌધોગિક અેકમો માટે સૌથી મોટું જોખમ અાવી રહ્યું છે

સાયક્લોન કેવી સ્થિતિ ધારણ કરે છે તેની પર મોટો અાધાર છે. હાલમાં હવામાનની અાગાહી કરતા અાગાહીકારો પણ હાલમાં કહેવું અે વધુ વહેલું ગણાશે તેમ કહી રહ્યાં છે. અરબી સમુદ્રમાં ભાગ્યે જ સાયક્લોન બનતા હોય છે. ભારત નજીક મોટા ભાગના સાયક્લોન બંગાળની ખાડીમાં ઉદ્રભવતા હોય છે. અોખી નામનું તાકાતવાર સાયક્લોન પણ બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું હતું. જે તેલંગણા, અાંધ્ર પ્રદેશ થઈને ગુજરાત સુધી પહોંચ્યું હતું. જેણે ગુજરાત નજીક દરિયામાં જળસમાદિ લઇ લીધી હતી. હાલમાં અરબી સમુદ્ર નજીક બની રહેલું સાયક્લોન ગુજરાતને 11મીથી ધમરોળી નાખશે અે નક્કી છે. જો અા સાયક્લોન ગુજરાત તરફ ફંટાયું તો રાજ્યમાં ભારે વિકટ પરિસ્થિતિ થશે અે નક્કી છે. હવામાન વિભાગની અાગાહી હવામાન વિભાગે અાગાહી અાપી છે. કેરળની અાસપાસ 8મીની અાસપાસ અેક સાયક્લોન ઉત્તરની તરફ ધકેલાશે. જેને પગલે તામિલનાડું, તટિય અાંધ્ર પ્રદેશ, પાંડેચરી, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની અાગાહી કરાઈ છે. અેક સપ્તાહ બાદ જ અા સ્થિતિ સક્રિય થાય તેવી સંભાવનાને પગલે હવામાન વિભાગ પણ અા સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ વાવાઝોડું અાવે તેવી સંભાવના વધુ છે. જોકે, 8મી બાદ અા સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

Post a Comment