Google માટે કરો આ કામ અને ઘરે લઈ જાવ 7 લાખ રૂપિયા


તમે જ્યારે પણ સર્ચ એન્જિન Google ખોલો ત્યારે હંમેશાં એક Doodle બનેલું હોય છે. હવે Google તમને Doodle બનાવવા માટે પ્રેરિત કરી રહ્યો છે. તમે બનાવેલું Doodle જો તેને પસંદ આવશે તો તે Doodleને Google પોતાનાં હોમ પેજ પર દર્શાવવાની સાથોસાથ તે બનાવવાનાં બદલામાં તમને પૈસા પણ આપશે.



Googleની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, તમારે What inspires me વિષય પર પોતાનો Doodle બનાવવાનું રહેશે. Googleની Doodle કોમ્પિટીશનમાં પહેલા ધોરણથી લઈને 10માં ધોરણ સુધીનાં બાળકો ભાગ લઈ શકે છે અને તેઓ ગ્રાફિક ડિઝાઈનથી લઈને ક્રેયોન સહિન તેમને ગમતી રીતે તે બનાવી શકે છે. પરંતુ, શરત માત્ર એટલી કે તેનાં દરેક Doodleની જેમ તમે બનાવેલા Doodleમાં પણ Google નામ દેખાવું જોઈએ. આ કોમ્પિટીશન જીતનાર બાળકને 5 લાખ રૂપિયાની કોલેજ સ્કોલરશિપ આપવામાં આવશે. આ ઉપરાંત, તેમને 2 લાખ રૂપિયાની સ્કૂલ માટે ટેકનોલોજી પેકેજ પણ આપવામાં આવશે. આ કોમ્પિટીશનમાં ભાગ લેવા માટે તમારી પાસે 6 ઓક્ટોબર સુધીનો સમય છે.

Post a Comment