આ છે વિશ્વનાં સૌથી ગરીબ રાષ્ટ્રપતિ





કોઈપણ દેશનાં રાષ્ટ્રપતિ બનવું એ સન્માનની બાબત છે, સાથોસાથ તે ખૂબ જ જવાબદારીવાળું કામ છે અને રાષ્ટ્રપતિનાં પદ પરથી નીકળ્યાં બાદ તે પદની ગરિમાને સાચવી રાખવું એ તેનાંથી પણ વધુ મુશ્કેલ કામ છે. અહીં આપણે એવા રાષ્ટ્રપતિ વિશે વાત કરવાનાં છીએ કે જેમને વિશ્વનાં સૌથી ગરીબ રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે. ઉરુગ્વેનાં પૂર્વ રાષ્ટ્રપતિ હોજે મુહિકા ખૂબ જ સાધારણ જીવનશૈલી અપનાવીને પોતાનું જીવન વ્યતિત કરી રહ્યાં છે. રાજકારણમાંથી રિટાયર્ડ થયા બાદ તેમણે પેન્શન લેવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી.
રાષ્ટ્રપતિ પદ બાદ મુહિકા 2015નાં વર્ષમાં ઉરુગ્વેની સંસદમાં સેનેટર પણ રહી ચૂક્યાં છે. મંગળવારે તેમણે પોતાનું ટર્મ પૂર્ણ કરતા પહેલાં જ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 83 વર્ષનાં મુહિકાએ કહ્યું કે, તેઓ પોતાનો કાર્યકાળ પૂરો નહીં કરી શકશે, કારણ કે આ લાંબી યાત્રાને કારણે તેઓ થાકી ગયા છે. મુહિકાએ સેનેટનાં અધ્યક્ષા અને ઉપ-રાષ્ટ્રપતિ લુસિયા તોપોલાંસ્કીને પોતાનું રાજીનામું પહોંચાડ્યું હતું કે જે તેમનાં પત્ની પણ છે. પોતાનાં રાજીનામામાં તેમણે લખ્યું હતું કે, રાજનામું આપવાનું તેમનું કારણ અંગત છે.
 પરંતુ, જ્યાં સુધી મારું મગજ કામ કરતું રહેશે ત્યાં સુધી હું એકતા અને વિચારોની લડાઈમાંથી રાજીનામું નહીં આપી શકું. મુહિકા મોંફટ હોવા માટે તેમજ ક્યારેક-ક્યારેક રચનાત્મક ભાષામાં પોતાની વાત રજૂ કરવા માટે પણ લોકપ્રિય રહ્યાં છે.

 2013નાં વર્ષમાં આર્જેન્ટિનાનાં તત્કાલિન રાષ્ટ્રપતિ ક્રિસ્ટીનાને ઘરડી ચૂડેલ કહેવા બદલ તેમની માફી પણ માગવી પડી હતી. સાથે જ તેમણે ક્રિસ્ટિનાનાં પતિ અને આર્જેન્ટિનાનાં પૂર્વ રાષ્ટ્રપતિ નેતોર કિર્સનરની આંખોની બીમારી વિશે પણ ખોટી ટિપ્પણી કરી હતી. એટલું જ નહીં, પરંતુ તેમણે 2016નાં વર્ષમાં વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ નિકોલસ મેદુરોને બકરી જેવા ગાંડા કહ્યાં હતાં. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ બન્યાં હતાં ત્યારે તેમણે ભવ્ય રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારથી તેઓ અને તેમની પત્ની રાજધાની મોંટેવિડીયોની બહારનાં વિસ્તારમાં આવેલા એરોક ફાર્મ હાઉસમાં રહેતા હતાં. પોતાનાં રાષ્ટ્રપતિનાં કાર્યકાળ દરમિયાન તેમણે પોતાને મળતાં પગારમાંથી મોટાભાગની રકમ દાન કરી દીધી હતી. 2010નાં વર્ષમાં રાષ્ટ્રપતિ બન્યાં બાદ તેમની પાસે માત્ર એક જ સંપત્તિ હતી, જે 1987ની ફોક્સવેગન બીટલ કાર હતી.
15 દિવસ પહેલા જ લૉન્ચ થયેલા લેટેસ્ટ આઇફોનમાં આવી આ ખરાબી, જાણો વિગતે ABP Asmita 1 ઓક્ટોબર. 2018 15:40 નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે લૉન્ચ કરેલા પોતાના આ વર્ષના લેટેસ્ટ આઇફોન્સને હજુ મહિનો પણ નથી થયો ત્યાંતો કેટલાક પ્રૉબ્લમ્સ સામે આવી રહ્યાં છે. iPhone XS અને iPhone XS Maxમાં ચાર્જિંગનો પ્રૉબ્લમ આવી રહ્યો છે.

 લેટેસ્ટ આઇફોન અને સાથે એપલની નવી આઇઓએસ અપડેટ બાદ કેટલાય ડિવાઇસમાં ચાર્જિંગનો પ્રૉબ્લમ સામે આવી રહ્યો છે. કેટલાક યૂઝર્સે પોતાની સમસ્યા પણ સોશ્યલ મીડિયા પર જણાવી છે.


 આઇફોન XS મેક્સ યૂઝરે કહ્યું કે, આ પ્રૉબ્લમ ત્યારે થાય છે જ્યારે તે લાઇટનિંગ કેબલને ચાર્જ પોર્ટથી કૉમન વૉલ ચાર્જરની મદદથી કનેક્ટ કરે છે. ઘણીવાર ચાર્જમાં લગાવ્યા બાદ ચાર્જિંગની સાઇન નથી દેખાઇ રહી. વળી, બીજા એક યૂઝરે કહ્યું કે, 10-15 સેકન્ડ સુધી ડિવાઇસને તે જ સ્થિતિમાં રાખ્યા પછી ચાર્જિંગ સાઇન દેખાય છે


. બીજા એક યૂઝરે લખ્યું કે જ્યારે હુ ફોન ચાર્જમાં લગાવું છું તો ફોન હેન્ગ થઇ જાય છે અને થોડીકવાર ફોન યૂઝ નથી કરી શકાતો. બાદમાં મારે ફોનને ચાર્જિમાંથી કાઢવો પડે છે

નોંધનીય છે કે, મોટાભાગની ચાર્જિંગનો પ્રૉબ્લમ આઇફોન XS મેક્સમાં આવી રહ્યો છે. એપલઇન્સાઇડરના એક રિપોર્ટ અનુસાર, આ પ્રૉબ્લમ આઇફોન 7 અને 12.9 ઇંચ વાળા પહેલા જનરેશન આઇપેડ પ્રૉમાં પણ આવી રહ્યો છે. રિપોર્ટમાં કહેવાઇ રહ્યું છે કે આ પ્રૉબ્લમ યુએસબીથી આવી રહ્યો છે.

Google માટે કરો આ કામ અને ઘરે લઈ જાવ 7 લાખ રૂપિયા


તમે જ્યારે પણ સર્ચ એન્જિન Google ખોલો ત્યારે હંમેશાં એક Doodle બનેલું હોય છે. હવે Google તમને Doodle બનાવવા માટે પ્રેરિત કરી રહ્યો છે. તમે બનાવેલું Doodle જો તેને પસંદ આવશે તો તે Doodleને Google પોતાનાં હોમ પેજ પર દર્શાવવાની સાથોસાથ તે બનાવવાનાં બદલામાં તમને પૈસા પણ આપશે.



Googleની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, તમારે What inspires me વિષય પર પોતાનો Doodle બનાવવાનું રહેશે. Googleની Doodle કોમ્પિટીશનમાં પહેલા ધોરણથી લઈને 10માં ધોરણ સુધીનાં બાળકો ભાગ લઈ શકે છે અને તેઓ ગ્રાફિક ડિઝાઈનથી લઈને ક્રેયોન સહિન તેમને ગમતી રીતે તે બનાવી શકે છે. પરંતુ, શરત માત્ર એટલી કે તેનાં દરેક Doodleની જેમ તમે બનાવેલા Doodleમાં પણ Google નામ દેખાવું જોઈએ. આ કોમ્પિટીશન જીતનાર બાળકને 5 લાખ રૂપિયાની કોલેજ સ્કોલરશિપ આપવામાં આવશે. આ ઉપરાંત, તેમને 2 લાખ રૂપિયાની સ્કૂલ માટે ટેકનોલોજી પેકેજ પણ આપવામાં આવશે. આ કોમ્પિટીશનમાં ભાગ લેવા માટે તમારી પાસે 6 ઓક્ટોબર સુધીનો સમય છે.

નવરાત્રિમાં પડશે ભારે વરસાદ : ગુજરાત તરફ ફંટાશે અા સૌથી મોટો ખતરો



નવરાત્રિના તહેવારો બગડે તેવી સંભાવના છે. ગુજરાતમાં 10મીથી નવરાત્રિની શરૂઅાત થશે. નવરાત્રિને લોકો રંગેચંગે માણતા હોય છે. અા વર્ષે હવામાન વિભાગને પગલે નવરાત્રિમાં વિક્ષેપ પડે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં અેક વાવાઝોડાનું નિર્માણ થયું છે. જે પાકિસ્તાન તરફ ન ગયું તો ગુજરાતના દરિયા પર ટકરાશે. જો ગુજરાત તરફ અા વાવાઝોડું અાવ્યું તો રાજ્યમાં ભારે ખાનાખરાબી થઈ શકે છે. જેને પગલે ગુજરાત સરકારે પણ અેલર્ટ થવાની જરૂર છે. હવામાનની અાગાહી કરતા અાગાહીકારોના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં ભારે વરસાદની સંભાવના છે. વહીવટી તંત્રે પણ અા બાબતે અેલર્ટ રહેવાની જરૂર છે. રાજ્યમાં નૈઋત્યના રેગ્યુલર ચોમાસાની ઘડિઅો ગણાઈ રહી છે. ત્યારે અરબી સમુદ્રમાં દક્ષિણ ભારતની નજીક અેર સાયક્લોન સર્જાઈ રહ્યું છે. હવામાન વિભાગે પણ અરબી સમુદ્રમાં સાયક્લોન બનવાની અાગાહી જાહેર કરી છે. જે સાયક્લોન અોમાન અને પાકિસ્તાન તરફ પણ ફંટાઈ શકે છે. જેનો ખતરો ગુજરાત પર પણ અેટલો જ છે.


જેની સાચી સ્થિતિ 7મી અોક્ટોબરની અાસપાસ ખબર પડશે. ત્યારબાદ ખબર પડશે કે પાકિસ્તાન તરફ જાય છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ધકેલાય છે. ગુજરાત તરફ અાવ્યું તો ભારે ખાનાખરાબી સર્જાય તેવી સંભાવના છે. અા વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતને થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં મુબંઈથી નીચેના ભાગમાં અા સાયક્લોન ઉભું થયું છે. જે સક્રિય થતાં હજુ અેક સપ્તાહનો સમય લાગશે



અરબી સમુદ્રમાં ઉભેલું ગુજરાત તરફ ધકેલાયું તો સૌથી વધુ નુક્સાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થશે. 11મીની અાસપાસ અા સાયક્લોન ગુજરાતની ઘરતીને ટચ કરશે. પોરબંદરની અાસપાસ અા સાયક્લોન જમીનને ટચ કરે તેવી સંભાવના વચ્ચે અનેક મહાકાય ઉદ્યોગોને તેની અસર થવાની સંભાવના છે. હજુ અા જો અે તોની સ્થિતિ છે પણ અાગામી સમયમાં ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. સુરત શહેર સહિત હજીરાના અૌધોગિક અેકમો માટે સૌથી મોટું જોખમ અાવી રહ્યું છે

સાયક્લોન કેવી સ્થિતિ ધારણ કરે છે તેની પર મોટો અાધાર છે. હાલમાં હવામાનની અાગાહી કરતા અાગાહીકારો પણ હાલમાં કહેવું અે વધુ વહેલું ગણાશે તેમ કહી રહ્યાં છે. અરબી સમુદ્રમાં ભાગ્યે જ સાયક્લોન બનતા હોય છે. ભારત નજીક મોટા ભાગના સાયક્લોન બંગાળની ખાડીમાં ઉદ્રભવતા હોય છે. અોખી નામનું તાકાતવાર સાયક્લોન પણ બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું હતું. જે તેલંગણા, અાંધ્ર પ્રદેશ થઈને ગુજરાત સુધી પહોંચ્યું હતું. જેણે ગુજરાત નજીક દરિયામાં જળસમાદિ લઇ લીધી હતી. હાલમાં અરબી સમુદ્ર નજીક બની રહેલું સાયક્લોન ગુજરાતને 11મીથી ધમરોળી નાખશે અે નક્કી છે. જો અા સાયક્લોન ગુજરાત તરફ ફંટાયું તો રાજ્યમાં ભારે વિકટ પરિસ્થિતિ થશે અે નક્કી છે. હવામાન વિભાગની અાગાહી હવામાન વિભાગે અાગાહી અાપી છે. કેરળની અાસપાસ 8મીની અાસપાસ અેક સાયક્લોન ઉત્તરની તરફ ધકેલાશે. જેને પગલે તામિલનાડું, તટિય અાંધ્ર પ્રદેશ, પાંડેચરી, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની અાગાહી કરાઈ છે. અેક સપ્તાહ બાદ જ અા સ્થિતિ સક્રિય થાય તેવી સંભાવનાને પગલે હવામાન વિભાગ પણ અા સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ વાવાઝોડું અાવે તેવી સંભાવના વધુ છે. જોકે, 8મી બાદ અા સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.